PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરી એક અપીલ દીપોત્સવ પર્વ પર એક દીપ સૈનિકોનાં સન્માન માટે નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક – એક દિવો પ્રગટાવવા અપીલ કરી છે. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે, આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ જે યોદ્ધાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણાં જાબાઝ સૈનિકોને યાદ કરવાના છે, જે હાલ સરહદ પર ખડેપગે છે, અને ભારતમાતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે, આ ભારતમાતાના વીર સંતાનોના સન્માનમાં દીવો પ્રગટાવી…