આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં ભારત માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આરોગ્ય ક્ષેત્ર એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જે દેશના આરોગ્યને બદલશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, દેશના ગરીબ અને મધ્યમ વર્ગની સારવારમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં આયોજના મોટી ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક નાગરિકને હવે ડિજિટલ હેલ્થ આઈડી મળશે અને તેમનો આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે. પ્રધાનમંત્રી…