કોરોનાને અઠવાડિયા સુધી થપ્પો રમાડશે ગુજરાત ,18 મે સુધી રાત્રિ કરફ્યુ

તા.12 મે થી તા.18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500…

નિરાધાર બનેલા બાળકોનો આધાર ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર 1098

આ હેલ્પલાઇન બાળકોના પ્રશ્નોને વાચા આપે છે. 1098 બાળ વિવાહ, બાળ મજૂરી , દુષ્કર્મ થતાં રોકે છે. નિરાધાર બનેલા બાળકોને આશ્રય સ્થાનો સુધી પહોંચાડે છે. ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098 ઘણા સમયથી બાળકોને પડતી મુશ્કેલીઓ અંગે ઊભી રહે છે જેમાં બાળ વિવાહ થતાં રોકવા, બાળ મજૂરી અટકાવવી , રેલ્વે સ્ટેશને કે પછી ભૂલ પડેલા બાળકને સુરક્ષિત સ્થળે પહોંચાડવું , કોઈ બાળકને બળજબરી પૂર્વકનો કોઈપણ પ્રકારનો હઠાગ્રહ જે દુષ્કર્મમાં ન પરિણમે એ બાબતે પણ બાળકોને “સેક્સ એજ્યુકેશન’ પણ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે , જેથી કોઈ બાળકને ” ગુડ ટચ અને બેડ…

મુખ્યમંત્રીએ કરુણા દાખવી : ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો

અગાઉ જે 8 મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો તા. 6 મે-2021 થી તા.12 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે  અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે ખાનગી…