ગાંધીજીએ જેને ‘કાળો કાયદો’ કહ્યો અને મોતીલાલ નેહરુના મતે ‘દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર’ લઈ લેવામાં આવ્યો. એવો કાયદો બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાનાં પ્રધાન રૉલેટનાં અધ્યક્ષ પદે ‘રૉલેટ ઍક્ટ’ ઘડી કાઢવામાં આવ્યો વર્ષ 1919માં.
આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો ‘કાળા કાયદા’ તરીકે ઓળખાયો.
રોલેટ એક્ટ મુજબ ‘ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી. તેના પર મુકદમો ચલાવ્યા વિના પણ દિવસો સુધી જે-તે વ્યક્તિને જેલમાં પૂરી રાખી શકાતી.’
આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગયેલી; તેથી નેતાઓ અને પ્રજાએ ઠેર-ઠેર વિરોધ કર્યો. સાથે સભા-સરઘસો, દેખાવો અને હડતાળોનું પણ આ કાળા કાયદાનાં વિરોધમાં આયોજન થયેલું. ગાંધીજીની દિલ્લીમાં બ્રિટિશ સરકારે ધરપકડ કરી અને પંજાબમાં 10 એપ્રિલ, 1919 નાં રોજ ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની ધરપકડ કરતાં આ આંદોલન વધારે ઉગ્ર થયું.
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (13 એપ્રિલ, 1919)
(જલિયાંવાલા બાગ કાંડનાં એક મહીના બાદની તસવીર )
પંજાબનાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ કિચલુની ધરપકડ થઈ.સાથે રોલેટ એક્ટનાં વિરોધમાં વૈશાખીનાં તહેવારનાં દિવસે પંજાબનાં અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ એમ કોઈ અલગ નહોતુ પરંતુ ત્યાં 15 થી 20,000 લોકો એકઠા થયેલા.
બીજી તરફ, સાંજે 5:30 કલાકે લશ્કરનાં સૈનિકોને લઈને જનરલ ઓડોનીલ ડાયર જલિયાવાલા બાગમાં પહોંચી ગયો અને કોઈ પણ પૂર્વચેતવણી આપ્યા વગર એની સાથે લાવેલા મશીનગનમાંથી એ 6 એકર વિસ્તારનાં જલિયાવાલા બાગમાં હાજર નિર્દોષ પ્રજા પર 10 મિનિટ સુધી ગોળીઓનો વરસાદ વરસાવ્યો.
બાગની ચારે બાજુએ ઊંચી દીવાલો, વચ્ચે અવાવરુ કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો એ 3 થી 3.5 ઇંચની એકેએક ગોળીબારનો ભોગ બન્યા. અને જે ગોળીઓથી બચવા કૂવામાં કૂદ્યા એ સૌ પણ મોતને ભેટ્યા.
બ્રિટિશ સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 1200 જેટલા લોકો ઘવાયા; જ્યારે કોંગ્રેસે નીમેલી તપાસ સમિતિનાં મતે 1000 માણસો માર્યા ગયેલા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હંટર કમિશને” જનરલ ડાયરનો બચાવ કર્યો અને ‘અજાણતાં થઈ ગયેલી પ્રામાણિક ભૂલ’ તરીકે ક્ષમ્ય ગણેલી. બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયેલું.’
જલિયાવાલા બાગમાં બનેલ આ હત્યાકાંડનો બીજો પ્રસંગએ પણ મૂકવાનો થાય કે એ સૌ મૃત્યુ પામેલ લોકોનાં રક્તની દુર્ગંધને કારણે કૂતરાઓ અને ગીધોએ શરીર ચુંથી કાઢેલા. આ અમાનવીય ઘટનાને પરિણામે ગાંધીજીએ એમને મળેલ તમામ પદકો પાછા આપ્યા અને રવીન્દ્રનાથ ટાગોરે પણ એમને મળેલ નાઈટ હૂડની ઉપાધિ પાછી કરી દીધેલી.
એવું કહી શકાય કે 1887 નાં વિપ્લવથી શરૂ થયેલ આઝાદીનાં સત્યાગ્રહનું સ્વરૂપ બદલાયું. ગાંધીજીએ પણ સ્વીકાર્યું કે બ્રિટિશરાજ અને સ્વરાજમાં ઘણો જ ફરક છે.