અમીરગઢ ની પ્રાથમિક સ્કૂલ અને ખુણીયા ખાતે યોજાયો હતો નશાબંધી કાર્યક્રમ મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી ગુજરાતી: 10 ડિસેમ્બરનાં રોજ ડીસાનાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્રારા અમીરગઢની અમીરગઢ પ્રાઈમરી સ્કૂલ ખાતે નશાબંધી મહિલા સંમેલન યોજાયો હતો. રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટનાં પ્રમુખ જ્યોત્સનાબેન બારોટ, ગઢવી સાહેબ, શકુંતલા બેન ભાટિયા, મહેશભાઈ રજપુરિયા, છાયાબેન ગેહલોતર, પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજુભાઇ તથા સ્ટાફ હાજર રહ્યા હતા. મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ઇનામનાં વિજેતા શ્રીમાળી ક્રિષ્નાબેન તથા બીજા ઇનામનાં વિજેતા અગ્રવાલ પૂનમબેન બન્નેને ઈનામ આપવામાં…
Day: December 10, 2020
બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક
સુરતની એમ.ટી.બી આર્ટસ કોલેજનાં આચાર્ય તરીકે સેવા આપી છે ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પણ લખ્યા છે ગુજરાત: રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતનાં આચાર્ય ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરવામાં આવી છે. ડો.મધુકર પાડવીનો જન્મ.03-03-1961નાં રોજ તાપી જિલ્લાનાં નિઝર અને કુકરમુંડા તાલુકાનાં મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. તેઓએ એમ.એ., એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી,…
સંસદ ભવનનો શિલાન્યાસ, પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું; ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત
નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરશે. પરંતુ તેનું નિર્માણ હજી શરૂ થઈ શક્યું નથી કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર આવતા સરકારી ઇમારતોનું ર્નિર્માણ કરવામાં આવશે. ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત…
SpaceXનાં સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ, લેન્ડિંગ દરમિયાન રોકેટ બની ગયું ફાયરબોલ
SpaceX મંગળ પર જવાનાં પ્રયાસો કરી રહ્યું છે SpaceXએ સ્ટારશીપનું ટ્રાઇલ કર્યું હતું, લેંડિંગ સમયે થયો હતો બ્લાસ્ટ ઇન્ટરનેશનલ: મંગળ મિશન પર જવાની તૈયારી કરી રહેલા સ્પેસએક્સને આંચકો લાગ્યો જ્યારે તેના સ્ટારશીપ રોકેટ (Starship)નો પ્રોટોટાઇપ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ કરી ગયો. ટેક્સાસના દરિયાકાંઠે એક પરીક્ષણ પ્રક્ષેપણ દરમિયાન બુધવારે SpaceXનો સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીને આશા છે કે આ રોકેટ તેને મંગળ પર લઈ જશે. જો કે રોકેટ વિસ્ફોટ છતાં કંપનીએ આ પરીક્ષણને સકસેસફૂલ ગણાવ્યું છે અને સ્ટારશીપ ટીમને અભિનંદન આપ્યા છે. સ્પેસએક્સનાં સ્થાપક એલોન મસ્કે લોંચની થોડી મિનિટો પછી ટ્વિટ…