કોરોનાને અઠવાડિયા સુધી થપ્પો રમાડશે ગુજરાત ,18 મે સુધી રાત્રિ કરફ્યુ

તા.12 મે થી તા.18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500…

મુખ્યમંત્રીએ કરુણા દાખવી : ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો

અગાઉ જે 8 મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો તા. 6 મે-2021 થી તા.12 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે  અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે ખાનગી…

સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ

400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે 4 વાગ્યે વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ યોજશે

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રી સંતસમાજ સાથે ચર્ચા-વિમર્શ કરશે સાંપ્રત સમયને અનુલક્ષી સરકાર, સમાજ અને સંતોએ સંયુક્ત રીતે કાર્ય કરવા સંવાદ-સેતુ : મુખ્યમંત્રીશ્રીની અનોખી પહેલ ગુજરાત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સાંજે 4 વાગ્યે રાજ્યનાં સંતો-મહંતોઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સનાં માધ્યમ દ્વારા કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સંવાદ-સેતુથી જોડાશે. આ સંવાદ-સેતુમાં શ્રી રત્નસુંદરજી મહારાજ સાહેબ, નમ્રમુની મહારાજ સાહેબ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બ્રહ્મવિહારીસ્વામી, સંત સ્વામી – વડતાલ, ત્યાગવલ્લસ્વામી, શેરનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, શંભુપ્રસાદ ટૂંડિયા, મૌલાના લુકમાન તારાપુરી, રાઈટરેવ સિલ્વન વગેરે વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો-મહંતો જોડાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં જ્યારે…

આ બધી પાયા વિહોણી વાતો છે, ના કોઈ આવું આયોજન હતું ના કોઈ આવું આયોજન છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત: થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આવતા થોડા દિવસોમાં ગુજરાતમાંથી કારોના ઓછો થઈ જશે. કારણકે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીનાં પુત્રનાં લગ્નનું આયોજન છે. આ આયોજન ખૂબ મોટું હોવાનાં કારણે કોઈ પણ પ્રકારનું લોકડાઉન પણ નહીં આવે અને કોઈ નિયમો પણ કડક કરવામાં નહીં આવે. અંતે આજે મુખ્યમંત્રીએ મૌન તોડ્યું અને આ વાતને પાયા વિહોણી છે. તે બાબતે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી અને ખોટ મેસેજને વાઇરલ કરી અને લોકોમાં ખોટી વાતો ફેલાવતા લોકોને કડક જવાબ આપ્યો છે.…

કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિને સોંપવાનો નિર્ણય

ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે. Read This: રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- 33 દર્દીઓ હતા દાખલ આ અગાઉ તાજેતરમાં અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ધટનાની તપાસ પણ જસ્ટીસ પુંજને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગતા પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતાં.