અમીરગઢમાં ચોરોનો તરખાટ. એક માસમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ગુજરાત: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શિયાળામાં લોકો મધ્યરાત્રે મીઠી નિંદ્રા અવસ્થામાં સુતા હોય છે. પરંતુ લોકોની આ શિયાળાની મીઠી નિંદ્રા ઊડતી અને ચિંતા માં ફેરવતી જણાઇ રહી છે. અને સહીત અમીરગઢ પોલીસની રાત્રી દરમિયાન થતી પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે. અમીરગઢમાં એક બાદ એક ચોરીના પ્રયાસોમાં વધારો. છેલ્લા એક જ માસની અંદર અમીરગઢમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સૌ પ્રથમ અમીરગઢનાં જુના પોલીસસ્ટેશન નજીક આવેલા સત્યનારાયણનાં મંદિર માં ચોરી થઈ હતી. એના અંદાજીત પાંચ દિવસ બાદ સોની…